By | December 23, 2021

આ લેખ માં કાજુ ખાવા કેટલા ફાયદાકારક છે અને કેટલા પ્રમાણ માં ગેરફાયદાકારક છે અને સામાન્ય માહિતી પર આધારિત છે. કાજુ  એક શુષ્ક ફળ છે જે સ્વાસ્થ્યપ્રદ અને સ્વાદિષ્ટ પણ છે. બદામની જેમ કાજુનું પણ સેવન ફાયદાકારક છે. વધારે  સ્વસ્થ રહેવા માટે કાજુ ખાવું સારું છે.

કાજુમાં જોવા મળતા પોષણ અને પોષક તત્વોની કાજુ વિશેની સામાન્ય માહિતી  આપણે આ પોસ્ટમાં સમાવી દીધી છે. આપણે ત્યાં મીઠાઈ બનાવવા માટે કાજુનો ઉપયોગ ખૂબ વધારે પ્રમાણ માં કરવામાં આવે છે. 

તમે કાજુની કટલી અને  કાજુથી બનેલી મીઠાઈ ખાધી જ હશે. કાજુ શુષ્કફળની શ્રેણીમાં આવે છે.આપણા ઘરો માં ખીર બનાવવામાટે પણ કાજુનો ઉપયોગ થાય છે અને ખીર ની સાથે બીજા મીઠા પીણાં બનાવવા માટે પણ કાજુનો ઉપયોગ થાય છે.

જાણો કાજુ ખાવા ના ફાયદા અને નુકસાન | Jano Kaju Khava na Fayda ane Nukshan | काजू खाने के फायदे और गरफायदे
આપણે કાજુ ને પણ સીધા જ ખાઈ શકીએ છીએ . ખાસ કરીને આપણા શરીર માટે શિયાળામાં કાજુ ખાવા વધુ સારું છે. દિવસ માં કાજુ ગમે ત્યારે ખાઈ શકાય છે, પરંતુ સવારે જમ્યા પહેલા કાજુ ખાવું શ્રેષ્ઠ છે. જો કાજુ ની ઉત્પત્તિ ની વાત કરીએ તો કાજુની ઉત્પત્તિ બ્રાઝિલ માં થઇ હોવાનું માનવામાં આવે છે. 
હાલમાં કાજુનું વાવેતર ભારત સહિતના ઘણા બધા દેશોમાં થઈ રહ્યું  છે. એવું કહેવામાં આવે છે કે ભારતમાં કાજુ પોર્ટુગીઝ લાવ્યા હતા. કાજુના ઝાડ પર કિડનીના આકારના ફળો હોઈ છે.કાજુનું ફળ પાકે ત્યારે જ તેને ઝાડ પર થી તોડવામાં આવે છે.
ત્યાર પછી કાજુના ફળથી ભરેલી કર્નલને અલગ કરવામાં આવે છે. અને આ કર્નલમાંથી કાજુ મેળવવામાં આવે છે અને આ કર્નલની ત્વચાને દૂર કરવાથી  તેમાંથી આપણને કાજુ મળે છે. આ સુકા ફળ પોષક તત્વોનો મોટો ખજાનો છે. કાજુમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને ચરબી હોય છે.

કાજુમાં મોટાપ્રમાણ માં વિટામિન એ, બી, સી, ઇ, કે વગેરે જોવા મળે છે. કાજુમાં વિટામિન ઇ વધારે છે. કાજુમાં ફાઈબર પણ વધુ પ્રમાણમાં જોવા મળે છે. કાજુમાં આયર્ન પણ હોય છે. અને ખનીજો ની વાત કરીએ તો કેલ્શિયમ, મેગ્નેશિયમ, કોપર, જસત જેવા ખનિજો પણ આ ડ્રાયફ્રૂટમાં જોવા મળે છે.

કાજુ ખાવાના ફાયદા.

 • કાજુમાં પ્રોટીનનું પ્રમાણ વધારે છે. આ કારણોસર, કાજુના સેવનથી શરીરને ફાયદો થાય છે. કાજુ ખાવાથી શરીરમાં એક અલગ પ્રકાર ની શક્તિ આવે છે.
 • જો તમને એનિમિયા હોય તો કાજુ ખાઓ, કાજુમાં રહેલું  આયર્ન લોહીનું પ્રમાણ વધારે છે. તેથી એનિમિયા રોગ માટે કાજુ ખાવાથી સારો ફાયદો થાય છે.અને કાજુ શરીરમાં કોલેસ્ટરોલ ના પ્રમાણ ને નિયંત્રિત કરવામાં ફાયદાકારક છે. કાજુ લો બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત કરે છે. 
 • અને જો તમને બ્લડપ્રેશરનો પ્રોબ્લેમ છે, તો તમારે પહેલા ડોક્ટરની સલાહ લીધા પછી જ કાજુનું સેવન કરવું જોઈએ.
 • તમારે તમારી ત્વચા સુધારવા માટે કાજુનું સેવન કરવું એ એક સારો ઉપાય છે. કાજુ ખાવાથી ત્વચા નરમ અને સાફ રહે છે. એટલા માટે ત્વચાની સુંદરતા વધારવા માટે આ ડ્રાયફ્રૂટ ખાવા જોઈએ.અને સાથોસાથ ચહેરા પરથી ખીલ અને ડાઘ દૂર કરવામાં કાજુ ફાયદાકારક છે.
 • અને જો સામાન્ય શબ્દોમાં કહી એ તો, કાજુના સુકા ફળોમાં વૃદ્ધત્વ વિરોધી ગુણધર્મો છે. જો તમે પણ  તમારા વાળ ખરવાની સમસ્યાથી પીડિત છો તો અત્યાર થી જ કાજુ ખાવાનું શરૂ કરી દો. 
 • કાજુ માંથી  મળતા પોષક તત્વો વાળને યોગ્ય પ્રમાણ માં પોષણ આપે છે. કાજુ ના સેવન ના કારણે અકાળે વાળનું પડવું ઓછું થાય છે અને વાળ વધારે મજબુત થાય છે. કાજુમાં રહેલો કોપર સફેદ વાળને ઘાટા કરે છે.
 • કાજુ ખાવાથી તમારી પાચનશક્તિ માં વધારો થાય છે.. કાજુમાં ફાઈબર હોય છે કે જે પાચનમાં વેગ આપે છે. એના કારણે,શરીર માંથી કબજિયાત દૂર થાય છે અને પાચન યોગ્ય રીતે થાય છે. તેમાં એન્ટીઓકિસડન્ટો પણ હોય છે જે પાચન કરવાની પ્રકિયા માં પણ સુધારો કરે છે. 
 • અને જો વિધાર્થી માટે વાત કરીએ તો કાજુ ખાવાથી મન મજબૂત થાય છે અને યાદશક્તિ સુધરે છે. કાજુમાં જોવા મળે છે વિટામિન E મગજના નબળાઇને દૂર કરીને સ્મૃતિમાં વધારો કરે છે.
 • જો તમને તમારું વજન ઓછું થવાની ચિંતા છે, તો  તમે આજે જ કાજુનું સેવન કરવાનું  શરૂ કરી દો.કાજુ માં વધુ પ્રમાણ કેલરી હોય છે, જેનાથી કાજુ ખાવાથી વજનમાં વધારો થાય છે. બદામ સાથે કાજુ ખાવાથી આપણા શરીર ને  સ્વસ્થ બનાવે છે.
 • કાજુ એ શક્તિનો સમૃદ્ધ સ્રોત પણ છે. તેનું સેવન કરવાથી શરીરમાં શક્તિ ફરી ભરાય છે. થાક  ને દૂર કરવા માટે કાજુ એ એક સારું વિકલ્પ છે. 
 • કાજુ જેવા ફળોમાં મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા ખનીજો જોવા મળે છે જે હાડકાંને મજબૂત બનાવવા માટે ફાયદાકારક છે.માટે કાજુનું સેવન કરવાથી શરીરના હાડકાંઓ મજબૂત બને છે.

કાજુ ખાવા થી થતા નુકસાન.

 • કાજુ ખાવાથી થતા ફાયદાઓ માં કેટલાક ગેરફાયદાઓ પણ છે 
 • કાજુમાં રહેલા સોડિયમ તત્વ ને કારણે કાજુ બ્લડ પ્રેશરનું પ્રમાણ ઉચા સ્તરે પહોંચાડે છે. 
 • તેથી જો તમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો કાજુનું સેવન બંધ કરો  
 • કાજુનું સેવન કરવાથી મેદસ્વીપણું પણ વધી શકે છે.
 • અને જો તમારે પાતળા થવા માંગતા હોય તો કાજુનું સેવન નું પ્રમાણ ઓછું કરો. 
 • જો તમને માઇગ્રેનની સમસ્યા હોય તો કાજુનું સેવન બિલકુલ ન કરો.
 • કાજુ ના વધારે પડતા સેવન થી માથામાં દુખાવો થઈ શકે છે. 
 • એક સાથે ઘણા બધા કાજુનું સેવન કરવું એ સ્વાસ્થ્ય માટે સારું નથી.
 • માટે કાજુનું સેવન નિયંત્રણ માત્રામાં કરવું જોઇએ.
નોંધ: અમે આ કાજુ વિશે ની માહિતી તમને બીજી હિન્દી ચેનલ પરથી અનુવાદ કરીને જણાવી રહ્યા છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *